Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજ્ય ભરમાં મેઘરાજા ની વન ડે બેટિંગ: ખંભાળિયામાં ૬ કલાક માં ૬ ઇંચ વરસાદ ખાબક્યો: સંઘ પ્રદેશના દીવમાં પણ ભારે વરસાદ

વહીવટી તંત્રએ દ્વારકા અને પોરંદર માટે એનડઆરએફ ની ટીમની પણ તૈયારી હાથ ધરી

વાપી :રાજ્ય ભરમાં મેઘરાજા આજે સવારથી વન ડે બેટિંગ કઈ રહ્યા હોય તેમ અવિરત હેત વરસાવતા ઝરમર થી ૬ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયા માં ૬ ઇંચ જેટલો નોંધાયો છે. સ્તિથી ને ધ્યાન પર લઇ વહીવટી તંત્રએ દ્વારકા અને પોરંદર માટે એનડઆરએફ ની ટીમની પણ તૈયારી હાથ ધરી છે

 ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૧૨ કલાક માં એટલે કે આજે સવારે ૬ વાગ્યા થી લઇ સાંજ ના ૬ વાગ્યા સુધી માં  માં રાજ્ય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ખંભાળિયા  ૧૪૨ મીમી , સુત્રાપાડા ૧૦૨ મીમી , વિસાવદર ૮૧ મીમી, ખાંભા ૭૭ મીમી, ગીર-ગઢડા ૭૬ મીમી, ચીખલી ૭૩ મીમી, ગણદેવી ૬૯ મીમી,ટંકારા , પોરબંદર અને કપરાડા ૬૬-૬૬ મીમી,જલાલપોર ૬૨ મીમી, વાંકાનેર ૬૦ મીમી, કલ્યાણપુર ,૨કાલાવડ,અને નવસારી ૫૯-૫૯ મીમી , ધારી ૫૭ મીમી, ચોર્યાસી ૫૬ મીમી,પારડી અને વાપી ૫૪-૫૪ મીમી,રાજુલા , ઉના અને ધ્રોલ ૫૩-૫૩ મીમી,તાલાળા અને ચુડા ૫૦-૫૦ મીમી,જાફરાબાદ, લાલપુર અને રાણાવાવ ૪૮-૪૮ મીમી, સાયલા ૪૬ મીમી,મુન્દ્રા ૪૫ મીમી,ભેસાણ અને વલસાડ ૪૪-૪૪ મીમી , મહુવા અને જામજોધપુર ૪૨-૪૨ મીમી,માણાવદર ૪૦ મીમી,વેરાવળ ૩૭ મીમી, લાઠી,લોધિકા અને પલસાણા ૩૭-૩૭ મીમી,સાવરકુંડલા અને ધોરાજી ૩૬-૩૬ મીમી,બગસરા અને ખેડબ્રહ્મા ૩૫-૩૫ મીમી,ભાણવડ અને કુતિયાણા ૩૪-૩૪ મીમી,મેંદરડા ૩૨ મીમી,કોડીનાર અને પડધરી ૩૧-૩૧ મીમી, રાજકોટ અને ઉમરગામ ૩૦-૩૦ મીમી,મહુવા અને ડોલવણ ૨૯-૨૯ મીમી,ગઢડા ૨૮ મીમી, જોડિયા અને બારડોલી  ૨૭-૨૭ મીમી, વ્યારા ૨૬ મીમી,અમરેલી ૨૪ મીમી,રાણપુર , માળિયા અને ઓલપાડ ૨૩-૨૩ મીમી ,જામકંડોરના ,વિજયનગર અને મુળી ૨૨-૨૨ મીમી,ગોંડલ ,થાનગઢ અને વાલોડ ૨૧-૨૧ મીમી,તથા કામરેજ ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે

આ ઉપરાંત રાજ્ય ના રાજ્ય ના ૮૫ તાલુકાઓ માં ૧ થી ૧૯ મીમી  સુધી નો  વરસાદ નોંધાયેલ છે.. આ લખાઈ રહ્યું છે ત્યારે કે એટલે કે ૭ કલાકે રાજ્ય ના અનેક વિસ્તારો માં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે
આજે સાંજે ૦૬  કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સત્તત વધી ને ૩૧૯.૦૯ ફૂટે પોહોચી છે ડેમ માં ૨૧૨૫  કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૨૧૨૫ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવે ની જળસપાટી સાંજે ૦૬ કલાકે ૪.૭૪ મીટરે  પોહોચી છે

(7:59 pm IST)