Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

જબલપુરની હોસ્પિ.નો દાવો, માતાનાં દૂધથી કોરોનાને હરાવ્યો

મહિલાઓ બાળકોને સ્તનપાન કરાવતી હતી :માંના દૂધમાં એન્ટીબોડી હોય છે, કદાચ એ જ કારણોસર નવજાતમાં કોરોના સંક્રમણ નથી ફેલાયું : ડૉક્ટર

જબલપુર, તા. ૫ : CME અને ભારત બાયોટેક સહયોગથી વિકસિત કોરોનાની વેક્સીનનું ટ્રાયલ દેશનાં અલગ-અલગ શહેરોમાં શરૂ થઈ ચૂક્યું છે. કેટલાંક લોકો આયુર્વેદને આધારે કોરોના વાયરસનાં સારવારનો દાવો કરી રહ્યાં છે. એવામાં મધ્યપ્રદેશનાં જબલપુરમાં માંના દૂધથી કોરોના વાયરસનાં સંક્રમણની સ્વસ્થ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જબલપુરનાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત વોર્ડનાં ડૉક્ટર સંજય ભારતીએ જણાવ્યું કે, "તેમને ત્યાં નવજાતને જન્મ આપનારી છ કોરોના સંક્રમિત મહિલાઓની સારવાર ચાલી રહી હતી. તે તમામ મહિલાઓએ કોરોના સંક્રમણ કાળમાં પોતાનાં બાળકોને સ્તનપાન કરાવતી રહી. ત્યાર બાદ પણ નવજાતમાં કોરોના સંક્રમણનો એક પણ મામલો સામે નથી આવ્યો." હોસ્પિટલ તંત્રએ જણાવ્યું કે, "જ્યારે માં સંક્રમિત હતી તો તેઓને અલગ વોર્ડમાં અને નવજાતને અલગ વોર્ડમાં રાખવામાં આવી રહ્યાં હતાં. માત્ર સ્તનપાન માટે નવજાતને તેની મા પાસે લઈ જવામાં આવતા હતાં.

              આ પહેલાં માં અને નવજાત બંનેને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરી કરી દેવામાં આવતાં. જેથી સંક્રમણ ફેલાવાનો ખતરો ના રહે. જો કે સ્તનપાન સમયે નવજાત અને તેની સંક્રમિત માં સાથે હોય છે. એટલે સુધી કે નવજાતની બોડીમાં સંક્રમિત માંના શરીરમાંથી જ દૂધ પહોંચી રહ્યું હતું. તેમ છતાં કોઈ પણ નવજાત બાળકમાં કોરોના સંક્રમણનો કેસ સામે નથી આવ્યો. ડૉક્ટરોનું કહેવું છે કે, "માંના દૂધમાં એન્ટીબોડી હોય છે. કદાચ એ જ કારણોસર નવજાતમાં કોરોના સંક્રમણ નહીં ફેલાયું. જો કે તેઓએ એમ પણ કહ્યું કે, નિષ્કર્ષ પર પહોંચતા -પહેલા આ એક તપાસનો વિષય છે.

આ સાથે જ કોરોના વોર્ડનાં ડૉક્ટરોનું કહેવું એમ છે કે, આ કેસથી તો એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે માંનું દૂધ પીવાંથી બાળકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનો ખતરો ના બરાબર છે. એટલાં માટે દરેક માતાએ પોતાનાં નવજાતને સ્તનપાન જરૂર કરાવવું જોઈએ."

(7:43 pm IST)