Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજ્યમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : નવા રેકોર્ડબ્રેક 725 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 36,123 : વધુ 18 લોકોના મોત : મૃત્યુઆંક 1945 થયો

સુરતમાં હાહાકાર મચાવ્યો સૌથી વધુ 254 નવા કેસ, અમદાવાદમાં 177 કેસ, વડોદરામાં 64 કેસ, રાજકોટમાં 42 કેસ નોંધાયા :વધુ 473 દર્દીઓ સાજા થતા કુલ 25,414 લોકોએ કોરોનાને હરાવ્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 725 નવા કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 36,123 થયો છે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના મોત નિપજ્યા છે કુલ મૃત્યુઆંક 1945 થયો છે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કેસ 725 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. 

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયાં છે. અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

   સુરતમાં કોરોનાનું સંક્રમણ stt  વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 254 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 218 અને સુરત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. .

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 162‬‬‬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 162 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,892 પર પહોંચ્યો છે.આ ઉપરાંત વડોદરામાં 64 કેસ, રાજકોટમાં 42 કેસ નોંધાયા છે આજે વધુ 473 દર્દીઓ સાજા થતા કુલ 25,414 લોકોએ કોરોનાને હરાવ્યો છે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૫ :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૭૨૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૨૧૮

અમદાવાદ કોર્પોરેશન

૧૬૨

વડોદરા કોર્પોરેશન

૫૬

સુરત

૩૬

રાજકોટ

૩૨

વલસાડ

૧૮

અમદાવાદ

૧૮

રૂ

૧૫

ખેડા

૧૨

પાટણ

૧૧

રાજકોટ કોર્પોરેશન

૧૦

જુનાગઢ કોર્પોરેશન

ગાંધીનગર

મહેસાણા

સુરેન્દ્રનગર

ભાવનગર

તાપી

વડોદરા

બનાસકાંઠા

સાબરકાંઠા

દાહોદ

ભાવનગર કોર્પોરેશન

જામનગર કોર્પોરેશન

પંચમહાલ

અરવલ્લી

મોરબી

ગીર-સોમનાથ

જુનાગઢ

મહીસાગર

નવસારી

બોટાદ

ગાંધીનગર કોર્પોરેશન

કચ્છ

નર્મદા

અમરેલી

છોટાઉદેપુર

દેવભૂમિ દ્વારકા

કુલ

૭૨૫

(9:41 pm IST)