Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

દીવના દરિયામાં જોરદાર કરન્ટ : વિજળીના કડાકાસાથે ધોધમાર વરસાદ : રસ્તો ઉપર પાણી ફરી વળ્યા

દીવ : છેલ્લા બે દિવસથી દિવમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે દીવના રસ્તાઓ અને કાપડ બજારમાં પાણી ફરી વળ્યા હતા. દીવના દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળી રહ્યો છે. ધોધલાનો દરિયો હિંલોળે ચડતા પીલાણી હોડીઓ તણાઇ  હતી.

દીવની સુપ્રસિધ્ધ ફોરેન કાપડ બજાર  પાણીની કેનાલ બની હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ફોરેન માર્કેટમાં પાણી ફરી વળ્યા હતા.

દીવના દરિયામાં ન્હાવા પર હાલ પ્રતિબંધ છે. દીવના લોકો વરસાદમાં ન્હાવાથી મજા માણી રહ્યા છે. ધોધલાના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે પવનના કારણે ૧પ જેટલી નાની મોટી પીલાણીઓ દરિયામાં તણાઇ જવાથી માછીમારોને ભારે નુકશાન થયું છે.

(4:52 pm IST)