Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સબંધો શર્મસાર : નર્મદામાં સગીર બહેન પર કૌટુંબિક ભાઈને આચર્યું દુષ્કર્મ:નરાધમ ફરાર

બળાત્કાર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી : પીડિતાની માતા કહેવા ગયા ત્યારે ગાળો ભાંડી ભાગી ગયો

.નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડામાં કૌટુંબિક ભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો ભાઈ-બહેનના સબંધને સર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે.

ડેડીયાપાડાના ખુરદી ગામે 16 વર્ષીય સગીર બહેન પોતાના ઘર આંગણે રમી રહી હતી ત્યારે નજીક જ રહેતો કૌટુંબિક ભાઈ જીજ્ઞેશ ખુમાન વલવી એને પટાવી ઘરમાં બોલાવી હતી.બાદ તુરંત જ ઘરનો દરવાજો બંધ કરી પોતાની જ કૌટુંબિક બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કર્મ આચરી જીજ્ઞેશે ધમકી આપી હતી કે જો તું કોઈને આ બાબતે કહીશ તો તને જાનથી મારી નાખીશ અને તારા ઘરના લોકોને ગામમા આવવા નહિ દઉં

દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા પોતાની સાથે ઘટેલી આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગઈ હતી અને ઘરે જઈ આ સમગ્ર ઘટના બાબતે પોતાની માતાને જાણ કરી હતી, બાદ એની માતા આ મામલે જીજ્ઞેશને કેહવા ગઈ હતી ત્યારે જીજ્ઞેશ એમને પણ ગાળો ભાંડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ડેડીયાપાડા પોલીસે જીજ્ઞેશ ખુમાન વલવી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. .

(11:16 pm IST)