Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ તોડમાં નવો ખુલાસો: PSI શ્વેતાના બનેવીએ CCTVથી બચવા 20 લાખ ઉપલેટાથી લીધા

જામજોધપુર આગડીયામાં આવેલા રૂ.20 લાખની રોકડ CCTV ફૂટેજથી બચવા ઉપલેટા મંગાવી અને બીજા દિવસે રકમ લીધાનો ઘટસ્ફોટ

અમદાવાદ: GSP કંપનીના MD વિરુદ્ધ રેપના બે કેસ થતાં પાસામા નહીં પુરવાનું કહી રૂ.35 લાખનો તોડ કરવાના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. પીએસઆઈ શ્વેતા જાડેજાના ચાલાક બનેવી દેવેન્દ્રએ જામજોધપુર આગડીયામાં આવેલા રૂ.20 લાખની રોકડ CCTV ફૂટેજથી બચવા ઉપલેટા મંગાવી અને બીજા દિવસે રકમ લીધાનો ઘટસ્ફોટ થયો છે.

રેપ કેસના આરોપી કેનલ શાહની એકાઉટન્ટ જૈનાલીએ અમદાવાદ આંગડિયા ઓફીસથી રૂ.20 લાખ જ્યુભા જામજોધપુરને મોકલ્યા હતા. જયુભા ઉપલેટાના રહેવાસી અને આંગડિયા પેઢીનાં કર્મચારી છે. શ્વેતાનો બનેવી દેવેન્દ્ર પણ ઉપલેટાનો રહેવાસી હોવાથી જયુભા ઓળખતો હતો. દેવેન્દ્રએ જ્યુભાને અમદાવાદથી જાનકીના નામે પડીકું આવે તો મને જાણ કરજો તેમ કહી રાખ્યું હતું. આગડીયામાં પૈસા આવતા જયુભાએ ફોન કરી દેવેન્દ્રને જામજોધપુર આવી રૂ.20 લાખની રકમ લઈ જવા જણાવ્યું હતું.  દેવેન્દ્રએ ફોન પર પૈસા હું તમારા ઘરેથી લઈ લઈશ ઉપલેટા લેતા આવજો તેમ જણાવ્યું હતું.  દેવેન્દ્ર બીજા દિવસે જ્યુભા ના ઘરેથી રૂ.20 લાખની રકમ કલેક્ટ કરે છે.

પોલીસનું અનુમાન છે કે, દેવેન્દ્ર અગાઉથી જાણતો હતો કે, આ લાંચની રકમ છે. આંગડિયા પેઢી પર વોચ હોય અને પકડાઈ જવાય તેમજ પાછળથી કોઈ વિવાદ ઉભો થાય તો સીસીટીવી ફૂટેજના આધારે પોતાની ભૂમિકા પણ ખુલી શકે છે. આથી દેવેન્દ્રએ આંગડિયા પેઢી સુધી જવાની જગ્યાએ રૂ.20 લાખ ઉપલેટા મંગાવીને કલેક્ટ કર્યા હતા. શ્વેતા જાડેજા હાલમાં ત્રણ દિવસના રિમાન્ડ પર છે. પૈસા જમા લેવા માસ્ટ પોલીસે તૈયારીઓ શરૂ કરી છે.

પોલીસે દેવેન્દ્ર પાસેથી તોડ પ્રકરણમાં લીધેલા રૂ.20 લાખ કબ્જે લેવા માટે તૈયારીઓ હાથ ધરી છે. પોલીસને કેસમાં બીજા 15 લાખનો હિસાબ મળતો નથી. ફરિયાદીએ રૂ.15 લાખ આંગડિયાથી મોકલ્યાનો દાવો કર્યો પણ એ અંગે હજુ પોલીસ ને કોઈ પૂરાવા મળ્યા નથી.

(10:50 am IST)