Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું વ્હાલ : વલસાડ જિલ્લામાં ચાર કલાકથી દે ધનાધન વરસાદ : નવસારી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન: ડાંગ અને સુરત જિલ્લામાં છુટોછવાયો વરસાદ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં મેઘરાજાનું આગમન નવસા જિલ્લામા પણ મેધરાજા વર્ષી રહ્યા છે  વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ ચાર કલાકથી વરસાદ ચાલુ છે ખેડૂતોમાં ખુશીની લહેર છે જ્યારે  ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો નથી અમુક જગ્યાએ અમી છાંટણા વરસ્યા હતા.કોરોનાની મહામારી સમયે ખેડૂતોને નુકસાની ગઈ હતી જ્યારે મેઘરાજા ના આગમનને ખેડૂતોમાં જીવમાં જીવ પૂરી દીધો હતો

  વલસાડ જિલ્લામાં સતત  વરસાદ વરસી રહ્યો છે આ લખાય છે 10,21 પર ત્યારે પર ધોધમાર વરસાદ વર્ષી રહ્યૌ છે   છેલ્લા કેટલાક સમયથી વલસાડમાં ગરમી વધી રહી હતી ત્યારે મેઘરાજા નો વ્હાલ વરસતા ઠંડક પ્રસરી હતી જિલ્લામાં અનેક જગ્યાએ એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હોઈ શકે અને નવસારી તેમજ ડાંગ , સુરત ગ્રામ્ય તેમજ અનેક જગ્યાએ મેધો વરસ્યો છે

(10:35 pm IST)