Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ધોર કલયુગ: વલસાડમાં બે દિવસથી દુઃખી હાલતમાં વૃદ્ધ દંપતી : લોકોને મદદ માટે આજીજી કરવા મજબુર

એક દીકરો માનસિક સંતુલન ગુમાવી બેસેલ છે અને બે દીકરીઓ પોતાના સાસરે છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ શહેરમાં બે દિવસથી વૃદ્ધ દંપતી ક્યારેક પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં બેસી રહ્યું છે તો ક્યારેક વલસાડ જુની કલેકટર નીચે વાત જાણે એમ છે કે મૂળ મહારાષ્ટ્ર  નાસિકના રહેવાસી આનંદા વામન બધાની ઉંમર વર્ષ ૭૨ અને તેમના ધર્મ પત્ની પ્રેમિલા આનંદ બધાની ઉંમર વર્ષ ૬૯ જેમનો એક દીકરો માનસિક સંતુલન ગુમાવી બેસેલ છે અને બે દીકરીઓ પોતાના સાસરે છે અને એમની પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે

  આ સંજોગોમાં તેઓ બે વર્ષ પહેલા વલસાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને વલસાડ પોલીસ સ્ટેશને સામાજિક સંસ્થાઓને સાથે રાખી બીલીમોરા ખાતે આવેલ મહાવીર વૃદ્ધાશ્રમમાં મોકલી આપેલ પરંતુ ગઈકાલે મહાવીર વૃદ્ધાશ્રમમાં છે તેમને કોઇ કારણવશ ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા જેથી તેઓ ફરી વલસાડ પોલીસ સ્ટેશન પર આવીને બેસી ગયા વલસાડ પોલીસ સ્ટેશન દ્વારા તેમને ફરી વૃદ્ધાશ્રમમાં મોકલવાની કામગીરી તજવીજ હાથ ધરી છેઆ  વૃદ્ધ દંપતીની હાલત બહુ જ કફોડી છે  અને એમના પગમાં તકલીફ હોવાના કારણે ચાલી પણ શકતા નથી હાલ વલસાડ પોલીસ દ્વારા એમને  કયા વૃદ્ધાશ્રમમાં મોકલવા તે વિચારમાં મુકાઇ ગઇ છે

(9:57 pm IST)