Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

વલસાડ નગરપાલિકા દ્વારા જાહેર અપીલ : જાગૃતિ માટે કાર ફેરવી

મોઢા ઉપર ફરજિયાત માસ્ક પહેરીને નીકળવું જાહેર જગ્યા ઉપર થુકવા ઉપર પ્રતિબંધ

(કાર્તિક બાવીશી )વલસાડ નગરપાલિકા દ્વારા વેપારીઓ તેમજ નગરજનોને જાહેર અપીલ કરવામાં આવી રહી છે હાલમાં વલસાડ શહેરમાં વધી રહેલ કોરોના વાયરસના ફેલાવા ને અટકાવવા માટે  જણાવેલ મુદ્દાઓનું ચોક્કસ પણે પાલન કરવું જરૂરી રહેશે જેમકે શક્ય હોય ત્યાં સુધી છ ફૂટનું અંતર રાખવું પડશે મોઢા ઉપર ફરજિયાત માસ્ક પહેરીને નીકળવું જાહેર જગ્યા ઉપર થુકવા  ઉપર પ્રતિબંધ કરવામાં આવેલ છે દુકાન આગળ ગોળ કુંડાળા ફરજિયાત કરવાના રહેશે જો આ મુદ્દાનું પાલન કરવામાં નહીં આવે વલસાડ વહીવટીતંત્ર મામલતદાર નગરપાલિકા તેમણે વલસાડ સિટી પોલીસ દંડને પાત્ર ઠેરવશો

(9:53 pm IST)