Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં સુતેલા કારીગર પર લાકડીથી હુમલો કરનાર ઝડપાયો

કારીગરની લોહી લુહાણ હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખસેડાયો

 

સુરત:શહેરના માંગરોળમાં જી.આઇ.ડી.સીમાં ટેક્સટાઇલમાં પાંચમા માળે કારીગર લોહી લુહાણ હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથધરી હતી. પોલીસે પ્રાથમિક સીસીટીવી તપાસતા જાણવા મળ્યું હતં કે, એક યુવકે સુતેલા કારીગર ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. સી.સી.ટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી કોસંબા પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડી જેલ ભેગો કરી દીધો હતો.


   મળતી માહિતી મુજબ સુરતના માંગરોળના પીપોદરા ગામમાં પીપોદરા જી.આઇ.ડી.સીમાં આવેલા શિવ ટેક્સટાઇલમાં પાંચમા માળે કારીગર ભીમ આનદા સ્વાઇ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. અંગે જાણ થતાં સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત કારીગરને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંગે જાણ થતાં કોસંબા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

(12:27 am IST)