Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સુરતમાં મોબ લીચિંગના વિરોધમાં મંજૂરી વગર રેલી: પોલીસ પર હુમલો કર્યો ; છ શખ્સોને રાઉન્ડઅપ કરાયા

કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો :ચાર પોલીસકર્મી ઘવાયા :બે ગાડીને નુકશાન

 

સુરતમાં મોબ લિન્ચિંગના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરાયું હતું જેમાં રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પોલીસ સાથે અથડામણ સર્જાઇ હતી. અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી.

   સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર સતિશ શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે રેલીની મંજૂરી હતી, જો કે પોલીસને અગાઉ જાણ હતી કે મંજૂરી હોવા છતા લોકો રેલી યોજવાના છે, આથી DCP કક્ષાના અધિકારીને અગાઉથી પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. જ્યારે રેલીને રોકવામાં આવી તો કેટલાક શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો અને પથ્થરમારો કર્યો, જેમાં ચાર પોલીસકર્મી ઘાયલ થયા, પોલીસની બે ગાડી પર પથ્થરમારો કર્યો હતો 

   વધુમાં તેઓએ જણાવ્યું કે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તથા હિંસા ફેલાવનારા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવશે. ચો સ્થળ પરથી 6 લોકોને રાઉન્ડ અપ કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. હું સુરત શહેરના મુસ્લિમ ભાઇઓને અપીલ કરું છું કે અફવા પર ધ્યાન આપવું અને શાંતિ જાળવી રાખવી.

(12:25 am IST)