Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

કેન્દ્રીયમંત્રી ડો.એસ જયશંકર અને જુગલજી ઠાકોરને રાજ્યસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ. જંયશંકર અને જૂગલજી ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાની હાર પહેલેથી નિશ્વિત માનવામાં આવતી હતી. મુખ્યમંત્રી વિજયભા રૂપાણીએ કેન્દ્રીયમંત્રી ડો.એસ જયશંકર અને  જુગલજી ઠાકોરને રાજ્યસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા

(11:41 pm IST)