Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સૌજ્ન્ય મુલાકાતે ન્યૂઝીલેન્ડના નવનિયુકત ભારતીય હાઇકમિશનર શ્રી પરદેશી

.અમદાવાદ:મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની ન્યૂઝીલેન્ડના નવનિયુકત ભારતીય હાઇકમિશનર  મુકતેશ પરદેશીએ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. 

શ્રી પરદેશી ર૦૧૬ થી મેકસીકો ખાતેના ભારતીય રાજદૂત તરીકે સેવારત હતા. આ જુલાઇ માસના અંતે તેઓ ન્યૂઝીલેન્ડના ભારતીય ઉચ્ચાયુકતનો આ નવો પદભાર સંભાળવાના છે. 

મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત દરમ્યાન તેમણે ભારત-ન્યુઝિલેન્ડ-ગુજરાત વચ્ચે આર્થિક અને સામુદાયિક સંબંધો અને લિન્કેજ વધારવા અંગે પણ પરામર્શ કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ તેમને નવા પદભારની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. 

 

(8:09 pm IST)