Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વડોદરાના એમ.જી.રોડ પર સીટી બસ ખોટકાતા ટ્રાફિક જામની સમસ્યા: વાહન ચાલકોને હાલાકી

વડોદરાના સૌથી વધુ વ્યસ્ત એવા એમ.જી.રોડ પર આજે બપોરે એક સીટી બસ ખોટકાતા અંધાધૂંધી સર્જાઈ હતી.એમ.જી.રોડ પર ચાર દિવસ પહેલા પણ વરસાદમાં પાણી ભરાયા ત્યારે એક સીટી બસ ખોટકાઈ હતી અને તેને કારણે લોકોને ભારે હેરાન કરતી થઈ હતી.ઉપરોક્ત બનાવ બાદ આજે બપોરે ફરીથી વાહનોની સતત અવર-જવર વચ્ચે સિટીબસ ખોટકાતા ચક્કાજામ થઇ ગયો હતો અને તેને કારણે વાહન ચાલકો, વેપારીઓ તેમજ ગ્રાહકો પરેશાન થઈ ગયા હતા.

(5:59 pm IST)