Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આંકલાવના ભેટાસીમાં બાઈક સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 23 વર્ષીય યુવકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

આંકલાવ:તાલુકાના ભેટાસી ગામમાં રહેતા યજ્ઞેશભાઈ જશભાઈ પટેલ (ઉ. વ. ૨૩)ગઈકાલે મધ્યરાત્રીના એક વાગ્યાના સુમારે વાસદથી બાઈક પર ભેટાસી જઈ રહ્યા હતા ત્યારે પાયલ સિનેમા પાસે ગાય અથડાતાં તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા જેમાં માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ થતાં તેઓને તુરંત જ સારવાર માટે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. 

(5:58 pm IST)