Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગાંધીનગર નજીક ઉવારસદના ખાંટવાસમાં ઘર આંગણે સુતેલ આધેડની ફળિયામાં દાંતીના ઘા જીકી કરપીણ હત્યા

ગાંધીનગર: શહેર નજીક આવેલા ઉવારસદના ખાંટવાસમાં ગઈકાલે સાંજના સમયે ઘરની આગળ ખાટલામાં સુઈ રહેલા આધેડને ફળીયામાં જ રહેતા યુવાને દાંતીનો ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી છે. આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આધેડની દીકરીની ફરિયાદના આધારે યુવાન સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. 

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામના ખાંટવાસમાં વડવાસીયા ફળીમાં રહેતા પ્રવિણજી બદાજી ઠાકોરના પરિવારમાં પત્નિ, બે દિકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. પ્રવિણજી છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. 

(5:53 pm IST)