Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વડોદરાના પશ્ચિમ રેલવે વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી હાથ ધરેલ કામગીરીમાં હજુ સુધી પ્રગતિના અભાવ

વડોદરા:પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા કરજણ-સમલાયા અને છોટાઉદેપુર-ધાર રૃટ પર મીટરગેજમાંથી બ્રોડગેજ કનવર્ઝનની કામગીરી છેલ્લા બે વર્ષથી હાથ ધરાઇ છે પરંતુ હજુ સુધી તેમાં કોઇ ખાસ પ્રગતી જોવા મળતી નથી. તેની પાછળનું કારણ આ પ્રોજેક્ટ માટે પુરતા નાણા ફાળવવામાં આવ્યા નહી હોવાનું જાણવા મળી રહ્યુ છે માટે આ મુદ્દે રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા ગેજ કનવર્ઝરની આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માગ કરવામાં આવી છે.

એસોસિએશનની માગ છે કે આ બન્ને રૃટ પરના ગેજ કનવર્ઝનની કામગીરી ઝડપથી પુરી થાય તો ગ્રામ્ય વિસ્તારના લાખો લોકોને ટ્રેનનો પુરતો લાભ મળવાનો શરૃ થઇ જાય અને તેના કારણે ગામડાઓમાંથી શહેરમાં થતું સ્થળાંતર પણ અટકી શકે તેમ છે માટે સરકારે આ સામાન્ય બજેટમાં કરજણ-સમલાયા અને છોટાઉદેપુર-ધાર ગેજ કનવર્ઝનની કામગીરી માટે પુરતા નાણા ફાળવવા જોઇએ.

(5:52 pm IST)