Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વડોદરાના ગોરવા વિસ્તારમાં અન્ડર કન્સ્ટ્રક્શન સાઈટમાં સિમેન્ટની બ્લોક નીચે પડતા શ્રમજીવીનું કમકમાટીભર્યું મોત

વડોદરા:શહેરના ગોરવા, પંચવટી વિસ્તારમાં અન્ડર કન્સ્ટ્રક્શન સાઇટ 'દર્શનમ ક્લબ લાઇફ'માં બુધવારે આઠમાં માળેથી સિમેન્ટ બ્લોક નીચે ઉભેલા શ્રમજીવી પર પડયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત શ્રમજીવીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થોડી કલાકોમાં જ મોત થયુ હતું.

ગોરવા, પંચવટી લક્ષ્મીપુરા રોડ પર કેનાલની બાજુમાં દર્શનમ ગૃપની રેસિડેન્સિયલ સાઇટનું બાંધકામ થઇ રહ્યું છે. અહી બુધવારે એક બહુમાળી બિલ્ડિંગના બાંધકામ માટે સિમેન્ટ બ્લોકને લિફ્ટ દ્વારા આઠમાં માળે પહોંચાડવામાં આવી રહ્યા હતા આ દરમિયાન લિફ્ટમાંથી સિમેન્ટ બ્લોક્ને ઉતારતી વખતે આઠમા માળેથી શ્રમજીવીના હાથમાંથી એક બ્લોક છટકીને નીચે પડયો હતો.  બ્લોક નીચે ઉભેલા શ્રમજીવી જનક બેલકર બાગ (ઉ.૨૭, રહે. ભવરમાલ ગામ, તા.કેસીંગા, ઓરિસ્સા)ના માથા પર પડયો હતો. જનકને માથા પર ગંભીર ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં રાત્રે ૧૧ વાગ્યે તેનું મોત થયુ હતું.

(5:52 pm IST)