Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સુરતમાંથી આંગડીયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવતી ગેંગ ઝડપાઇઃ તિક્ષ્‍ણ હથિયારો, રોકડ, મોબાઇલ જપ્ત

સુરત :જુદા જુદા રાજ્યોમા આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી લૂંટ ચલાવનાર ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. જેઓની પાસેથી પોલીસે લૂંટ માટે વપરાતા તીક્ષણ હથિયાર, રૂપિયા તથા 20 જેટલા મોબાઇલ પોલીસે કબ્જે કર્યા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની પકડમાં ઉભેલા આ 6 ઈસમો આજે પોલીસે કદાચ પકડ્યા ના હોત તો આજે સુરતમાં અનેક મોટી હીરાની લૂંટની ઘટનાઓ બનતી હતો. કારણ કે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને માહિતી મળી હતી કે, વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીના માણસો હીરા અને રોકડા રૂપિયા લઈ ભાવનરથી સુરત બસમાં આવતા હતા, ત્યારે સુરત વરાછા વિસ્તારમાં બસમાંથી ઉતરે ત્યારે આંગડિયા કર્મચારીને લૂંટી બોલેરો ગાડી લાઇને જવાના છે. તે માહિતીના આધારે પોલીસે વહેલી સવારે વોચ ગોઠવી પોલીસે 6 ઈસમોની અટકાયત કરી હતી. તપાસ કરતા 6 ઈસમો પાસેથી પોલીસની આંખમાં નાખવવા માટે મરચું, 6 છરા, 20 મોબાઈલ ફોન અને એક બેગ મળી આવતા પોલીસે તમામ સામગ્રી કબ્જે કરી હતી. પોલીસે તમામ 6 ઈમસોની ધરપકડ કરી હતી.

કોણ કોણ આરોપી પકડાયા

૧) દિપારામ ઉર્ફે દિપક માલી - મુખ્ય આરોપી (બનાસકાંઠામાં પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મુંબઈમાં 75 લાખની લૂંટ ચલાવી હતી. તામિલનાડુમાં પણ લૂંટને અંજામ આપ્યો છે.)

૨)શ્રવણકુમાર પુરોહિત

૩)કમલેશ પુરોહિત (મુંબઈમાં પણ લૂંટના ગુનામાં સંડોવાયેલ છે)

૪)ખીમસી રાજપૂત

૫) ચમન પટેલ

સુરતમાં ખાસ કરીને વાત કરીએ તો, હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલ હોવાથી સુરતમાં અવારનવાર હીરા લૂંટના બનાવો બનતા હોય છે. જેમાં કેટલી લૂંટ અને ચોરીના બનાવવો ઉકેલાયા નથી. ત્યારે વધુ એક ગુનો નોંધાય તે પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધાડપાડું ગેંગના ઇસમોની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે. એક બાજુ જગન્નાથ યાત્રા નીકળી હોત અને બીજી બાજુ સુરત પોલીસ આ હીરા લૂંટના ગુનો ઉકેલવામાં પોલીસ કામે લાગી હોય. જ્યા તે 6 આરોપીઓમાંથી બે આરોપીઓ તો ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ મોટી મોટી હીરા લૂંટને અંજામ આપી ચૂક્યા છે. જ્યારે કે દીપારામ આરોપી તો મુંબઈ, તામિલનાડુ અને ઉત્તર ગુજરાતમાં પણ હીરા લૂંટ કરી ચુક્યો છે. હવે સુરત પોલીસે આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી વધુ તપાસ ધરવામાં આવશે. તપાસ દરમ્યાન વધુ ગુનાઓ ઉકેલાય તો નવાઇ નહિ.

(5:09 pm IST)