Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગુજરાતમાં હજી ૧૫ ટકા નિરક્ષરો : એડલ્ટ એજયુકેશન કાઉન્સીલની બેઠકમાં નિષ્કર્ષ

નવા પ્રમુખ તરીકે રાજકોટના યશવંતભાઇ જનાણીની વરણી

રાજકોટ તા ૫  :  ઇન્ડિયન એડલ્ટ એજયુકશન એસોસિએશનનાં ગુજરાત ઘટક તરીકે કાર્યરત બની રહેલ સંસ્થા ગુજરાત એડલ્ટ એજયુકેશન કાઉન્સિલનું જાણીતા શિક્ષણવિદ અને તત્વચિંતક ડો. મફતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ રાજયકક્ષાના સંમેલનમાં ગુજરાતમાં જન સાક્ષરતા ક્ષેત્રે સરકારી અને બિનસરકારી કામગીરીની સમીક્ષા કરી જણાવવામાં આવેલ કે ગુજરાતમાં નિરક્ષરોની સંખ્યા હજી પણ ૧૫ ટકા ઉપર છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ સંખ્યા વધારે છે અને રોપ આઉટ રેસીયો પણ થોડો વધુ છે. એટલે ૧૦૦ ટકા સાક્ષરતા આપણું રાજય હાસલ કરી  શકયું નથી.

ત્યારે આ દેશમાં સરકાર સાથે મળીને નક્કર કામ કરવા નિર્ધાર વ્યકત કરવામાં આવેલ. આ સાથે પહેલાંની જેમ સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત સાક્ષરતા અભિયાન ચલાવવા અને ગુજરાત વિદ્યાપીઠ જેવી નોડેલ સંસ્થા ઉભી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ આઇ.એ.ઇ.એ. ના નેશનલ પ્રેસિડન્ટ ડો. કૈલાશ ચોૈધરી અધ્યક્ષ સ્થાનેથી ડો. મફતભાઇ  પટેલે પ્રાસંગિક પ્રવચનમાં કહેલ.

સંસ્થાના નવા પ્રમુખ તરીકે રાજકોટના સમાજ સેવા સંગઠન અને આઇ.એ.ઇ.એ ના રાષ્ટ્રીય કાર્યકારણીના સદ્સ્ય યશવંતભાઇ જનાણીના નામની ઘોષણા કરી તેઓને નવી કાર્યવાહક સમીતીની રચના કરવાની સત્તા આપવામાં આવેલ.

સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એચ.આર. ડી.સી. ભવન ખાતે  મળેલ આ સંમેલનમાં આઇ.એ.ઇ.એ. ના  અગ્રણી પદાધિકારીઓ ડો. રાણાવત, ડો.મદનસિંહ ઉપરાંત રાજકોટના  ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી પરશોતમભાઇ ફળદુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમનું  સંચાલન જાણીતા પ્રાધ્યાપક ડો. જે.એમ. પનારા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાતના અગ્રણી કાર્યકર્તાઓ ડો. સંધ્યાબેન ઠાકર, લક્ષ્મણભાઇ અવૈયા, એલ.એસ. સૈયદ, રાજેશભાઇ ગોંડલિયા, હિમંતભાઇ લાંબડીયા, અતુલભાઇ પાઠક, ઘનશ્યામભાઇ પટેલ, ડો. નાગાણી, ડો. રમેશભાઇ ભાયાણી ઉપરાંત ન્યુ દિલ્હીથી આવેલ  સંસ્થાના ડાયરેકટર ડો. મોહનકુમાર અને કલ્પના કોૈશિક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)