Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાજ્યસભાની બે બેઠકો માટે મતદાન પૂર્ણઃ સાંજે પરિણામ

ભાજપના એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને કોંગ્રેસના ચંદ્રીકાબેન ચુડાસમા અને ગૌરવ પંડયા વચ્ચે ચૂંટણીઃ ભાજપના ધારાસભ્ય વન બાય વન મતદાન કરી આવેલઃ ભાજપ દ્વારા નિરીક્ષક પદે પ્રદીપસિંહ જાડેજાઃ સાંજે મત ગણતરી : ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય નિશ્ચિત

ગાંધીનગરઃ રાજ્યસભાની બે બેઠકો ઉપર યોજાયેલ ચૂંટણી સમયની તસ્વીર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૫ :. આજે રાજ્યસભાની મતદાન પ્રક્રિયાનો સવારે ૯ કલાકથી વિધાનસભાના ચોથા માળે શાંતિપૂર્ણ આરંભ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રથમ મત ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ૧૦૦ ધારાસભ્યોએ મતદાન કર્યુ છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય જયેશ રાદડીયા, ગોવિંદભાઈ પટેલ, આર.સી. ફળદુએ મતદાનનો ઉપયોગ પૂર્ણ કર્યો હતો.

રાજ્યસભાની ચૂંટણીની બે બેઠકો ઉપર આજે મતદાન હાથ ધરાયુ છે. જેમાં ભાજપ તરફે કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માજી મંત્રી ચંદ્રીકાબેન ચુડાસમા અને ગૌરવ પંડયા વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.  રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૭૧ અને ભાજપના ૧૦૦ ધારાસભ્યો આજે મતદાન કર્યુ હતું. મતદાનનો સમય સવારે ૯ થી સાંજના ૪ સુધી રાખવામાં આવેલ. રાજ્યસભાની ચૂંટણીની મત ગણતરી સાંજે ૫ કલાકથી શરૂ થઈ હતી. જેનું પરિણામ મોડી સાંજ સુધીમાં જાહેર થશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ભાજપ દ્વારા સત્તાવાર ઙ્ગચૂંટણી નિરીક્ષક બનાવાયા હતા.

દરમિયાન બપોરે ૨ કલાક સુધીમાં ભાજપના ૧૦૦ ધારાસભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જયારે કોંગ્રેસના ૬૮ ધારાસભ્યોએ મતદાન કર્યુ.

જાણકાર સૂત્રોએ ભાજપના બંને ઉમેદવારો એસ.જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતનાએ મતદાન કર્યુ હતું.

(3:37 pm IST)