Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

થરાદના નારોલી- શીલુ રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી નંબર વગરની ગાડી ઝડપી

ચાલક નાશી છૂટયો :114 બોટલ દારૂ અને કાર સહીત 5,72 લાખનો મુદામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાના થરાદના નારોલી -શીલુ રોડ પર એક કારનો ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી ગાડીને પોલીસે ઝડપી પાડી છે જોકે ચાલક નાશી છૂટ્યો હતો

   આ અંગે મળતી વિગત મુજબ થરાદના પીઆઇ. જે.બી.આચાર્યના માર્ગદર્શન મુજબ પોલીસ કર્મચારીઓ પ્રવિણસિંહ નારણસિંહ, વિજયભાઇ કરશનભાઇ, ઉમાજી ભારાજી વિગેરેએ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન  થરાદના રાજસ્થાન બોર્ડર નજીક આવેલા નારોલી પાસે આવતાં નંબર વગરની એક આઇ ટવેન્ટી કાર શંકાસ્પદ જણાતાં તેને ઉભી રહેવા ઇશારો કર્યો હતો

  . જો કે તેના ચાલકે પોલીસને જોઇને ભગાડતાં પોલીસે તેનો પીછો કર્યો હતો.આથી ચાલક કરબુણ ગામની સીમમાં કાર મુકીને બાવળોની ઝાડીમાં નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

 પોલીસે કારમાં તપાસ કરતાં ૧૨ પેટીમાંથી રૂપીયા ૭૨૦૦૦ની કિંમતની ૧૪૪ બોટલ મળી આવી હતી.પોલીસે કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫૭૨૦૦૦ના મુદ્દામાલ જપ્ત કર્યો છે અને નાસી છુટેલા ચાલક સામે પ્રોહી.એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 
(10:49 am IST)