Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો : ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી 120.18 મીટરે પહોંચી

ઉપરવાસમાં 22 હજાર 509 ક્યુસેકસ પાણીની આવક : મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે 5 હજાર 307 ક્યુસેક છોડાતું પાણી

અમદાવાદ ;રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહયો છે નર્મદા જિલ્લાના  ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઇ છે

   વર્તમાન સમયમાં ડેમની સપાટી 120.18 મીટર પર પહોંચી ગઇ છે. સરદાર સરોવર ડેમમાં 1 દિવસમાં 15 સેન્ટિમીટરનો વધારો થયો છે.

ઉપરવાસમાં 22 હજાર 509 ક્યુસેકસ પાણીની આવકસ થતા નર્મદાની મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે 5 હજાર 307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

(10:33 am IST)