Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

એમપી બોર્ડરે નર્મદા જિલ્લામાં રુડેશ્વર અને તીલકવાડામાં દોઢ ઈંચ વરસાદ

નાંદોદમાં એક ઈંચ અને સાગબારા અને ડેડીયાપાડામાં અડધો ઈંચ વરસાદ

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા વરસી રહ્યાં છે અમદાવાદમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બોર્ડર પર આવેલા નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત્ છે.

  નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તીલકવાડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તો નાંદોદમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સાગબારા અને ડેડીયાપાડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

(9:45 am IST)