Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

GPSC ક્લાસ ૧ અને ૨ પરીક્ષાનું પરિણામ જાહેર: જાહેરાત પ્રસિદ્ધ થયાના રેકોર્ડ : ૩૫૫ દિવસમાં પરિણામ પ્રસિધ્ધ થયુ:બીજી વખત એક વર્ષમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ

રિઝલ્ટ જોવા માટે નીચેની લિંક ક્લિક કરો. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-40-201819.pdf

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટરની કુલ ૫૦, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૩, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૧૫, નાયબ નિયામક (વિકસતી જાતિ) ની કુલ ૦૧, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૫ ; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ ૭૫ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (સચિવાલય) ની કુલ ૧૦; સેક્શન અધિકારી (જી.પી.એસ.સી.) ની કુલ ૦૧; મામલતદારની કુલ ૩૪;  રાજ્ય વેરા અધિકારીની કુલ ૪૦; તાલુકા વિકાસ અધિકારીની કુલ ૩૨;  સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૮; આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૧૭; જિલ્લા નિરિક્ષક, જમીન દફ્તર ની કુલ ૧૩; અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૧૦; સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)ની કુલ ૦૧; અધીક્ષક નશાબંધી અને આબકારીની કુલ ૦૨; નગરપાલિકાના ચીફ ઓફિસરની કુલ ૩૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ની કુલ ૨૧૯ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૯૪ જગ્યાઓ માટે તારીખ: ૧૫/૦૭/૨૦૧૮ ના રોજ જાહેરાત ક્રમાંક  ૪૦/૨૦૧૮-૧૯ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૨,૯૯,૬૩૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 

 ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ: ૨૧/૧૦/૨૦૧૮ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ હતી. કુલ ૧,૯૪,૭૩૮ લાખ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા જેનું પરિણામ તા.૧૦/૧૨/૨૦૧૮ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે ૧૫  ગણા અને સમાન ગુણને અનુસાર કુલ  ૫૦૦૯  ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા.

 ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તારીખ :૧૭/૦૨/૨૦૧૯, તા.૨૪/૦૨/૨૦૧૯ અને તા.૦૩/૦૩/૨૦૧૯ ના રોજ ગાંધીનગર મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ ઉમેદવારો ૪,૭૯૫ ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ તા.૨૭/૦૫/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. લેખિત પરીક્ષાના ગુણના આધારે કુલ ૯૧૨ ઉમેદવારો ઇન્ટરવ્યૂને પાત્રથયા છે.

 આ ઉમેદવારોની ઇન્ટરવ્યૂ/રૂબરૂ મુલાકાતનું, કુલ ૦૪ ઈન્ટરવ્યુ બોર્ડમાં દરરોજ કુલ ૬૮ ઉમેદવારો લેખે તારીખ: ૧૦/૦૬/૨૦૧૯ થી તારીખ:૨૮/૦૬/૨૦૧૯ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ઈન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન ગુણપ્રદાન કાર્યને ઝડપી, ક્ષતિરહિત અને અસરકારક રીતે કરી શકાય એ માટે ‘કમ્પ્યૂટરાઇઝ્ડ માર્કિંગ સિસ્ટમ’ને અમલમાં મુકવામાં આવી હતી. આ પદ્ધતિમાં ઉમેદવારનો ઈન્ટરવ્યુ પૂરો થયા પછી ચયન સમિતિના સભ્યો ચર્ચા કરી સહમતિથી હસ્તલિખિત ગુણપત્રકમાં અને સોફ્ટવેરમાં માર્ક્સની એન્ટ્રી કરે છે. અને ઇન્ટરવ્યુ પુરા થયા બાદ નક્કી કરેલ તારીખે, માત્ર અધિકૃત વ્યક્તિ જ સોફ્ટવેરમાં પાસવર્ડની મદદથી લોગ-ઈન કરીને સર્વરમાંથી સીધા ગુણ પ્રાપ્ત કરે છે અને સમાંતરે ઉમેદવારના લેખિત પરીક્ષાના ગુણ આયોગની ખાનગી શાખામાંથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને આ રીતે અંતિમ પરિણામ તૈયાર થતું હોય છે. આ પરિણામમાં કૅડર એલોટમેન્ટ અને બેટરપ્રેફરન્સની પ્રક્રિયા થોડો સમય માંગી લેનાર હતી, નહિ તો ઇન્ટરવ્યુ પુરા થયા પછી બીજા કે ત્રીજા દિવસે પરિણામ જાહેર થઇ શકે છે.

  ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે તેમજ અન્ય તમામ ઉમેદવારોને આગામી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવે છે.

રિઝલ્ટ જોવા માટે નીચેની લિંક ક્લિક કરો.

https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-40-201819.pdf

(8:52 pm IST)