Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

એમએડની ૫૫૦ સીટો પૈકી ૪૧૧ બેઠકો ખાલી રહી ગઈ

માત્ર ૧૩૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યોઃ પ્રથમ રાઉન્ડ બાદ ખુબ ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો

અમદાવાદ,તા.૫: માસ્ટર્સ ઓફ એજ્યુકેશન (એમએડ) માટે પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ ૧૩૯ વિદ્યાર્થીઓના પ્રવેશને સમર્થન મળ્યું છે. આ આંકડાને સમર્થન મળ્યા બાદ ૪૧૧ સીટો ખાલી રહી ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. ગુજરાતમાં ૧૧ એમએડ કોલેજોમાં ૫૫૦ સીટો રહેલી છે. અધિકારીઓએ કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચુક્યા છે તે ૧૩૯ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓએ સરકારી કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે જ્યાં ફી ૨૦૦૦ રૂપિયાથી પણ ઓછી છે. અધિકારીઓએ કહ્યું છે કે, ખાલી રહેલી તમામ સીટો સેલ ફાઈનાન્સ કેટેગરીમાં રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં તમામ સીટો ભરાઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં સીટો ફરાઈ ચુકી છે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં માત્ર પાંચથી છ વિદ્યાર્થીઓ રહ્યા છે. પ્રવેશ પ્રક્રિયામાં સામેલ રહેલા અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે, ક્લાસો ચલાવવા માટે મેનેજમેન્ટ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ માટે મુશ્કેલીની સ્થિતિ રહેશે. કારણ કે તેમની પાસે પુરતા પ્રમાણમાં સ્ટાફ નથી. અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, ૮૮૦ વિદ્યાર્થીઓ દ્વારા ઉપલબ્ધ રહેલી ૫૫૦ એમએડ સીટ માટે અરજી કરવામાં આવી હતી.

તમામ ઉમેદવારોનેત એડમિશનને લઇને અંગતરીતે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યં છે કે, એનસીઈઆરટી દ્વારા એમએડને બે વર્ષનો કોર્સ બનાવી દીધા બાદ વિદ્યાર્થીઓ એમએડથી દૂર રહી રહ્યા છે. ૫૫૦ એમએડ સીટો પૈકી ૪૧૧ સીટો ખાલી રહી જતાં સંબંધિત વિભાગના લોકો પણ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. સીટોને ભરવાને લઇને કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.  મોટી સંખ્યામાં સીટો ખાલી રહેવા માટે અન્ય કારણો પણ છે.

(10:24 pm IST)