Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગુજરાત વિદ્યાપીઠમાં માહિતી અધિકાર કાયદા વિશે અભ્યાસક્રમ શરુ કરાશે

અમદાવાદ :ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા માહિતી અધિકારનાં કાયદા (2005) વિશે એક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. દેશમાં વહીવટીતંત્રમાં પારદર્શક્તા લાવવા માટે 2005માં માહિતી અધિકારનો કાયદો ઘડવામાં આવ્યો હતો અને સામાન્ય નાગરિકને એક મહત્વપુર્ણ હથીયાર આપવામાં આવ્યુ હતુ.

  ગૂજરાત વિદ્યાપીઠ પહેલી શૈક્ષણિક સંસ્થા બનશે જે માહિતી અધિકારના કાયદા વિશે અભ્યાસક્રમ શરૂ કરશે  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહે જણાવ્યુ કે, આ કાયદાની પાયાની સમજ લોકોમાં વિકશે અને આ કાયદાનો લોકો જાહેર જીનને સમૃદ્ધ કરવા અને લોકશાહીના મૂળિયા ઉંડા કરવા ઉપયોગ કરે એ  ઉદ્દેશ્ય છે.

 આ કોર્ષ પાર્ટ ટાઇમ છે અને છ મહિનાનો રહેશે. પ્રવેશ માટે 12 ધોરણ પાસની લાયકાત રાખવામાં આવી છે. આ અભ્યાસક્રમ શનિ-રવિવારે ચલાવવામાં આવશે જેથી નોકરી કરનારા લોકો અથવા રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઇ જશે. આ અભ્યાસક્રમમાં જોડાનારા લોકો માટે ખાદી અને પ્રાર્થના ફરજિયાત રહેશે.

(8:44 pm IST)