Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

નવસારીના સાલેજ ગમે એકસાથે 9 અજગરના બચ્ચા મળ્યા : લોકોમાં કુતુહલ

ત્રણ બચ્ચાંની હાલત નાજૂક: સારવાર આપીને વનવિભાગને હવાલે કરાયા

નવસારીના સાલેજ ગામે એક સાથે 9 જેટલાં અજગરનાં બચ્ચાં મળી આવતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. એકસાથે આટલા મોટા પ્રમાણમાં અજગરનાં બચ્ચા મળતાં લોકો જોવા માટે ઉમટ્યા હતા.સ્થાનિક લોકોએ વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનને આ અંગે જાણ કરતાં NGO નાં કાર્યકરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

  કાર્યકરોએ અજગરનાં તમામ 9 બચ્ચાંને રેસ્ક્યુ કર્યા હતા. જે પેકી ત્રણ બચ્ચાંની હાલત નાજૂક હોવાનું જણાતા તેમને સારવાર પણ આપમાં આવી હતી.તેમણે આ નાજૂક બચ્ચાંને સારવાર આપી બાદમાં વન વિભાગને હવાલે કર્યા હતા. વન વિભાગ દ્વારા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

(7:32 pm IST)