Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આગામી તા: 10 થી 20 દરમિયાન રાજ્યભરમા સાર્વત્રિક શ્રીકાર વરસાદ થશે : અંબાલાલ પટેલની આગાહી

દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદપડશે

અમદાવાદ :જાણીતા જ્યોતિષ અંબાલાલે આગાહી કરી છે કે, આગામી 10 થી 20 તારીખ દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ થવાની તેમણે આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યભરમાં થનારા સાર્વત્રિક શ્રીકારમાં રાજ્યના નદી નાળાઓ અને જળાશયો છલકાઈ જાય તેટલો વરસાદ થાય વરસાદ થશે.

અંબાલાલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસુ સક્રિય રહેશે.

(7:15 pm IST)