News of Thursday, 5th July 2018

અમદાવાદમાં રેશનકાર્ડ ધારકોને રાબેતા મુજબ પુરવઠાનું વિતરણ : ખાંડ બાબતની ફરીયાદને તથ્યહિન ગણાવતી સરકાર

રાજકોટ : અમદાવાદમાં અંતયોદય રેશનકાર્ડ ધારકોને ખાંડ ન મળવાની ફરીયાદ બાબતે રાજય નાગરીક પુરવઠા નિગમના જનરલ મેનેજર જી.કે. ભટ્ટે જણાવેલ કે અમદાવાદમાં જૂન મહિનામાં રાબેતા મુજબ ખાંડનું વિતરણ થયેલ. જુલાઈ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે આ મહિનામાં પણ પરમીટ ધારકોને પરમીટના આધારે જથ્થાનું વિતરણ થઈ રહ્યુ છે, રેશનકાર્ડ પર લોકોને મળવાપાત્ર વસ્તુઓની અછત હોવાની કે વિતરણમાં વિક્ષેપ પડવાની વાતોમાં તથ્ય નથી.

કાર્ડધારકો માટે પરમીટના આધારે રાબેતા મુજબ વિતરણ થઈ રહ્યુ છે.

(7:01 pm IST)
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :ખેરવા ગામમાં બનાવેલ ઓરડીમાંથી 17,52 લાખની જુદી-જુદી બ્રાન્ડની 4224 વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી ;ઓરડીનો મલિક અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુ ઝાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો access_time 12:07 am IST

  • અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસ દ્વારા દારૂના ઠેર ઠેર દરોડા :કુલ 15 કેસ નોંધાયા : દેશી દારૂના 71 અને વિદેશી દારૂની 36 બોટલ ઝડપાઇ :15 આરોપીને દબોચી લીધા :દારૂ વેંચતા 17 લોકોનું ચેકીંગ access_time 11:46 pm IST

  • ઇન્ડોનેશિયામાં નૌકા ડૂબી જતા 34 લોકોના મોત :155ને બચાવી લેવાયા :સુલાવેસી દ્વીપ નજીક દુર્ઘટના: શ્રમતા કરતા વધારે યાત્રીઓ હતા સવાર :190 મુસાફરોને લઇ જતી આ નૌકમાં 48 વાહનો પણ રાખ્યા હતા :સુલાવેસી દ્વીપ નજીક સેલેર કિનારાથી 300 મિત્ર દૂર નૌકા પલ્ટી ખાઈ ગઈ access_time 1:05 am IST