Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વલસાડ નજીક દીપડાએ બાઈક સવાર યુવાન પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો

વલસાડ:ના ઓઝર ગામના નિશાળ ફળિયાના રહીશ વિમલ ગણેશભાઇ પટેલ ગામના બંગલી ફળિયા ખાતે રહેતા મિત્ર સંજયભાઇ સાથે બાઇક પર બેસી મોડી સાંજે ગામના નાયકી ફળિયા પાસેથી પસાર થઇ રહ્યા હતાં. આ દરમિયાન અચાનક આવી પહોંચેલા કદાવર દીપડાએ છલાંગ લગાડી બંને યુવાનો પર હુમલો કરતા બંને યુવાનો બાઇક પરથી નીચે પટકાયા હતા.

જો કે, આ સમયે તેઓ દીપડાના હુમલાથી બચી ગયા હતાં. બંને યુવાનોએ બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતાં અને દીપડાને ભગાડી દીધો હતો. ગામમાં હિંસક દીપડાની હાજરીને લઇ ગ્રામજનોમાં ભયની લાગણી ફેલાઇ છે. ઘટનાની જાણ વલસાડ વન વિભાગને કરવામાં આવી છે અને હિંસક દીપડાને ઝબ્બે કરવા મારણ સાથેનું પાંજરુ ગોઠવવાની માંગણી ગ્રામજનોમાં ઉઠી છે.

(5:21 pm IST)