Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બામરોલીમાં પોલીસે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી સાત શખ્સોની 14250ની રકમ સાથે ધરપકડ કરી

બામરોલી:વસો પોલીસે બામરોલી ગામના એરંડીયાપુરા વિસ્તારમાં જુગારધામ ઉપર દરોડો પાડી સાત ઈસમોને જુગાર રમવાના સાધનો મોબાઈલ નં.૨ તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૨૨,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. 
વસો પોલીસને માહિતી મળી હતી કે વસો તાલુકાના બામરોલીના એરંડીયાપુરા વિસ્તારમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાય છે. જેથી પોલીસે દરોડો પાડતા જુગાર રમતા સાત ઈસમો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં અરવિંદભાઈ બચુભાઈ ચાવડા, મહેશભાઈ પ્રવિણભાઈ શાહ, હબીબભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરા, ઈબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ વ્હોરા, જયેશભાઈ રમેશભાઈ શાહ, વાઘજીભાઈ મફતભાઈ દેસાઈ તેમજ ફિરોજભાઈ નાસીર અહેમદ શેખનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો પત્તાપાના, દાવ ઉપરથી રોકડા ૧૪,૨૫૦ તથા મોબાઈલ નં.૨ કિંમત રૂપિયા ૮૦૦૦ મળી કુલ રૂપિયા ૨૨,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે વસો પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:18 pm IST)