Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદ આર.આર.સેલે બપોરના સમયે વોચ ગોઠવીને વાસદ નજીકથી 5.37 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:રેન્જના આરઆર સેલે આજે બપોરના સુમારે વાસદના મહિસાગર મંદિર પાસે વોચ ગોઠવીને આઈશર ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવીને લઈ જવાતો ૫.૩૭ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે ડ્રાયવર ફરાર થઈ જવા પામ્યો હતો. આ અંગે વાસદ પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામાં પેટ્રોલીંગ કરી રહેલા આરઆર સેલના જવાનોને એક ગુપ્ત હકીકત મળી હતી કે, રાજસ્થાન તરફથી એક આઈશર ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો આણંદ તરફ લાવનાર છે. જેથી પોલીસ જવાનો વહેલી સવારથી જ વાસદના ટોલનાકા પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક આઈસર ટેમ્પો નંબર આરજે-૧૯, જીએફ-૫૮૬૮નો આવી ચઢતાં પોલીસે ઊભો રાખવા માટે ઈશારો કરતાં ચાલકે એકદમ બ્રેક મારીને ટેમ્પો ઉભો કરી દઈ ભાગ્યો હતો જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે કોતરોમાં ફરાર થઈ જવા પામ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી એક શખ્સને ઝડપી પાડીને તલાશી લેતાં પાછળના ભાગે પ્લાસ્ટીકના ૧૩૫ કેરેટ મળી આવ્યા હતા. જો કે પોલીસે બારીકાઈથી જોતાં વચ્ચેના ભાગે બોલ્ટ મારીને બનાવેલું એક ગુપ્ત ખાનુ મળી આવ્યું હતુ. જેને ખોલીને જોતા અંદરથી જોન માર્ટિન વીસ્કીની ૭૫૦ મીલીની ૬૨ પેટી તેમજ ૧૮૦ મીલીની ૫૦ પેટી મળીને કુલ ૩૧૪૪ બોટલો મળી આવી હતી જેની કિંમત ૫,૩૭,૬૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. 

(5:18 pm IST)