Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ડુમરાલમાંથી પોલીસે પાંચ શકુનિઓને 15 હજારની રોકડ સાથે રંગે હાથે દબોચ્યા

નડિયાદ: રૂરલ પોલીસે ગઈકાલે રાત્રે ડુમરાલ સીમમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો, મોબાઈલનં.૩ તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૧૮,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
નડિયાદ રૂરલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન ડુમરાલ-પીપળાતા રોડ ઉપર સીમમાં ખુલ્લામાં ચાલતા જુગાર રમતા ચીમન બુધાભાઈ પરમાર, ગોવિંદ ગોતાભાઈ સોઢા પરમાર, અજય અમરસિંહ પરમાર, તેજસકુમાર નરેન્દ્રભાઈ મિસ્ત્રી તથા મહેશભાઈ પ્રભાતભાઈ અલાટ (વાઘરી)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દાવ ઉપરથી રોકડા રૂપિયા ૫૩૩૦, અંગ જડતીમાં રૂપિયા ૯૭૧૦ તથા મોબાઈલ નં.૩ રૂપિયા ૩૦૦૦ના મળી કુલ રૂપિયા ૧૮,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:18 pm IST)