Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઉત્તરાખંડમાં ગુમ થયેલા ગુજરાતના તમામ ૯ લોકો હેમખેમઃ ડો.વિક્રાંત પાંડે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અથાગ પ્રયાસોથી સંપર્ક થયોઃ તમામને હેલીકોપ્ટર દ્વારા લાવવા વ્યવસ્થા

બપોરે ૩ વાગ્યે અમદાવાદ કલેકટર ડોે.વિક્રાંત પાંડે સાથે ફોન ઉપર  થયેલ વાતચીતમાં તેમણે અકિલાને જણાવેલ કે ગુજરાતના તમામ ૯ લોકોનો સંપર્ક થઇ ગયો છે. બધા સલામત છે. મારી સાથે જ વાત થઇ છે. ભારે વરસાદી તોફાનમાં ફસાઇ ગયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ભારે પ્રયાસોથી આ શકય બન્યું હતુઃ હેલીકોપ્ટર દ્વારા આ તમામને લાવવા વ્યવસ્થા થઇ છે. ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી સાથે વાત ચીત થઇ હતી. પિથોરાગઢના કલેકટરની તમામ વ્યવસ્થા  કરી રહયાનું ડો. વિક્રાંત પાંડેએ અકિલાને જણાવેલ  ૩૦જુન પછી તેજસ પટેલ, ચિન્મય વસાણી, પથિક વસાણી, હર્ષ વ્યાસ, સુનિલ રાઠોડ, રાજાટ ગાંધી, કેયુર પ્રજાપતિનો કોઇ પતો ન હોતો મેઘના પટેલ આ વિગતો જાહેર કર્યા પછી હવે તમામ હેમખેમ હોવાનુ જાણવા મળે છે. નેપાળ નેપાળ સરહદે ઉત્તરાખંડના વિનાશક પુરમાં તમામ ફસાઇ ગયા હતા.

(4:52 pm IST)