Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગુજરાતની બોર્ડરે CCTV બંધ :દારૂ પકડાય તો ધારાસભ્યને સામેલ કરો :હાઇકોર્ટમાં PIL કરવા અલ્પેશ ઠાકોરની ચીમકી

જનતા રેડ કરતા રોકાશે તો પોલીસ અને સરકાર જવાબદાર :10મીએ રાજ્યપાલને મળશું

અમદાવાદ ;અમાદાવાદમાં ગઈકાલે દેશી દારૂ પીધા બાદ ચાર લોકોને અસર થતા સોલા હોસ્પિટલે દાખલ કરાયા છે જેમાં બે ની હાલત ગંભીર બતાવાઈ રહી છે આજે સવારે સોલા હોસ્પ્ટિલમાં પહોંચેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતની બોર્ડરને અડીને આવેલી ચેકપોસ્ટોના CCTV બંધ છે તે ચાલું કરાવાય તો બુટલેગરો પર રોક લાગી શકે છે.

 આ ઉપરાંત જે વિસ્તારમાંથી દારૂ પકડાય તો તે વિસ્તારના ધારાસભ્યને પણ તેમાં સામેલ કરવા જોઇએ. અમે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે PIL દાખલ કરીશું.  જનતા રેડ કરવામાં આવે ત્યારે અમને મારવામાં કે રોકવામાં આવશે તો પોલીસ અને સરકાર જવાબદાર રહેશે.

વિસ્તારના ધારાસભ્ય ને પણ દારૂ પકડાય તો સામેલ કરવો જોઈએ. અલ્પેશ ઠાકોરે ચેલેન્જ આપતાં કહ્યું હતું કે તેમના શબ્દો ખરા અર્થમાં સાબિત કરે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ગાંધીના ગુજરાતમાં પોલીસની રહેમ નજર કે નેતાઓની ભાગીદારીથી દારૂ વેચાય છે. આગામી 10 તારીખે રાજયપાલને મળવા જઈશું. 

(2:42 pm IST)