Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદમાં દેશી દારૂકાંડ ;એફએસએલ દ્વારા સીલબંધ કવરમાં પોલીસને રિપોર્ટ સોંપાયો :સોલા પોલીસે ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

અમદાવાદ ;અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર યુવાનોને ઝેરી અસર થતા સોલા સિવિલમાં દાખલ કરાયા હતા પોલીસે ચારેયના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા હતા અને ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા પર દરોડાનો દોર શરુ કર્યો હતો

 આ મામલે એફએસએલએ પોતાના રિપોર્ટ બંધ કવરમાં પોલીસને સોંપી દીધો છે. પોલીસે આ કેસમાં સોલા સિવિલમાં સારવાર માટે દાખલ ચારેય વ્યક્તિઓ સામે સોલા પોલીસે દેશ દારૂ પીવાનો ગુનો દાખલ કર્યો છે દારૂની સેવન કરનાર ચારેય લોકોના સેમ્પલ એફએસએફને તપાસ માટે મોકલાયા હતા. હાલ સોલા સિવિલના ટ્રોમા સેન્ટરમાં ચારેયની સારવાર ચાલી રહી છે.

(1:29 pm IST)