Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાજ્યભરમાં રાશન દુકાનોમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ :કોમ્પ્યુટરમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા ગાંધીનગરથી ટિમ દોડી

ગોડાઉનમાં ખાંડનો પુરવઠો ઉપલબ્ધ પણ સેમ્પલ ફેઈલ થતા અંત્યોદય કાર્ડધારકોને પાંચમા દિવસે પણ ધક્કા

રાજ્યમાં રાશનની દુકાનોમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે કોમ્પ્યુટરમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા જબરી હાલાકી ઉભી થઇ છે ફોલ્ટના સમારકામ માટે ગાંધીનગરથી ટેક્નિકલ ટીમ દોડી ગઈ છે

 જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના ઓનલાઈન કોમ્પયુટર સવઁરમા ટેકનિકલ ફોલ્ટ આવતા ગુજરાતભર ના રેશનદુકાનો મા જાહેરવિતરણ વ્યવસ્થા ઓનલાઈન ખોરવાઈ ગઈ છે ટેકનિકલ ફોલ્ટ ને લઈને તેના સમારકામ માટે ગાંધીનગર મા ટેકનિકલ ટીમ કામે લાગી છે

 

 બીજી તરફ શાહીબાગ ખાતે ના ગોદામમા ખાંડનો પુરવઠો ઉપલબ્ધ હોવા છતા લેબોરેટરી સેમપલ પાસ ના થતા BPL તેમજ અંત્યોદય કાડઁ ધારકો ને જુલાઈ ના આજે પાંચ મા દિવસે પણ તંત્ર ખાંડ નો જથ્થો વિતરણમા મુકી શકાયો નથી

(12:34 pm IST)