Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ગણદેવીમાં નવ ઇંચ ખાબકતા અંબિકામાં પાણીની જબરો આવક : દેવધા ટાઈડલ ડેમ છલકાવાની તૈયારીમાં : 20 દરવાજા ખોલાયા

નવસારી ગણદેવીમાં 5.5 ઇંચ અને જલાલપોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 4 ઇંચ, તાપી જિલ્લાના વ્યારામાં 4.4 ઇંચ અને ડોલવણમાં 4 ઇંચ વરસાદ નંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ બંને કાંઠે આવી ગઇ હતી

   ઉપરવાસમાં વરસાદ સાથે ગણદેવી તાલુકામાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગણદેવીની અંબિકામાં પાણીની આવક વધતા દેવધા ટાઇડલ ડેમ છલકાવાની તૈયારીમાં છે. સુરક્ષાના ભાગરૂપે ડેમના 40 દરવાજાઓ માંથી 20 દરવાજા ખોલાયા છે

 બીજીતરફ  અંબિકા નદીના કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. દેવધા ટાઇડલ ડેમમાંથી 25 લાખ લિટર પાણી છોડાયું છે. સુરત શહેરમાં બે દિવસથી વરસાદી વાતાવરણ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(11:58 am IST)