Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ :માંગરોળમાં 12 કલાકમાં 5,5 ઇંચ :નવસારીમાં 3,5 ઇંચ વરસાદ

સુરત :દક્ષિણ ગુજરાતના દરિયાઇ પટ્ટાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરતમાં શ્રીકાર વરસાદ વરસી રહયો છે જેમાં સુરત જિલ્લામાં 2 ઇંચ, માંગરોળમાં 12 કલાકમાં 5.5 ઇંચ, નવસારી જિલ્લામાં 3.5 ઇંચ જ્યારે ઉપરવાસના વરસાદ સાથે ગણદેવીમાં બે દિવસમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે

 બીજીતરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

(11:50 am IST)