Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વસંતભાઇ ગજેરાએ ઉચ્ચ અદાલતોમાં કરેલી કાનૂની કાર્યવાહીની નકલો સરકારપક્ષે માંગી

જામીનની શરતો મોડીફાય કરવા સેશન્સ કોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી આવતીકાલેે: જામીન રદ કરવાની સરકાર પક્ષની માંગણીની સુનાવણી તા.૧૦મી એ

સુરતઃ  વેસુના વિવાદીની જમીનના બોગસ દસ્તાવજો કોર્ટમાં રજુ કરવાના કેસમાં હાઇકોર્ટે લાદેલી જામીન શરતના ભંગ બદલ આરોપી વસંત ગજેરાના જામીન રદ કરવા ઉમરા પોલીસે કરેલી માંગની સુનાવણી તા. ૧૦ મી જુલાઇ સુધી કોર્ટે મુલત્વી રાખી છે. જયારે આરોપીના બચાવપક્ષે આજે હાઇકોર્ટના નિર્દેશ મુજબ જામીન શરતમાં ફેરફાર કરવા સુરત સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરતા કોર્ટે સુનાવણી તા. ૬ ઠી જુુેલાઇ સુધી મોકુફ રાખી છે.

(11:40 am IST)