Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમદાવાદથી ચેન્નઈ સેન્ટ્રલ માટે વિશેષ ટ્રેન દોડાવાશે

અમદાવાદથી દર સોમવારે સવારે 9:40 વાગ્યે ઉપડી બીજા દિવસે 17:10 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે

અમદાવાદ :યાત્રીઓની ઉત્કૃષ્ઠ સુવિધા તેમજ વધારે ભીડને ઓછી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ચેન્નઈ સેન્ટ્રલ માટે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
   ટ્રેન નંબર 06052 અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન અમદાવાદથી દર સોમવારે સવારે 9:40 વાગ્યે ઉપડી બીજા દિવસે 17:10 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 9 જુલાઈથી 30 જુલાઈ 2018 સુધી ચાલશે.

(8:33 pm IST)