Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

હવે ‘લાંચિયા'નિવૃતોને પણ છોડતા નથીઃ નિવૃતિબાદ કરાર આધારીત નોકરી માટે ૧૫ હજારની લાંચ લેતા ગુજરાત જળ સંપતિ વિકાસ નિગમના ડીવીઝનલ એકાઉન્‍ટન્‍ટ ગાંધીનગર એસીબી હાથે ઝડપાતા સન્‍નાટો

રાજકોટઃ સરકારી-અર્ધસરકારી કચેરીઓમાં ઉઘાડે છોગ ‘લાંચ'  વગર કોઇ કામ ન થતાં હોવાની વ્‍યાપક ફરિયાદો વચ્‍ચે હવે ‘લાંચ' લેવામાં નિવૃત વૃધ્‍ધકર્મચારીઓની પણ શરમ ન રખાતી હોવાનું   એસીબી ટ્રેપ દરમ્‍યાન ખૂલ્‍વા પામ્‍યુ છે

આ કામના ફરિયાદી કે જેઓ નિવૃત થયા છે,તેઓએ કરાર આધારીત નિમણુંક માટે ગુજરાત જળ સંપતિ નિગમમાં અરજી કરેલ, આ અરજીમાં હકારાત્‍મક રીપોર્ટ આપવા હેડોફિસના વિભાગીય એકાઉન્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ ચૌહાણ સામે ૧૫ હજારની લાંચ માંગ્‍યાના આરોપની ફરિયાદ એસીબી ગાંધીનગર કચેરીમાં કરી હતી.

 ઉક્‍ત ફરિયાદ આધારે ગાંધીનગર એસીબી પોલીસ મથકના પી.આઇ.ડી.વી. પ્રસાદે ગાંધીનગર એસીબીના અધિક વિભાગીય નિયામક જયદીપસિંહ જાડેજાના સુપરવીઝનમાં આરોપીનું રૂા.૧૫ હજારની લાંચ લેતા ગાંધીનગર પથીકા એસ.ટી.બસ સ્‍ટેશન નજીકથી ઝડપી લીધા હતા. લાંચિયા'ઓને કોઇપણ ભોગે ન છોડવાના એસીબીના ઇન્‍ચાર્જ નિયામક કેશવકુમારના આદેશોનું અક્ષરસઃ પાલન થતાં ટપોટપ લાંચિયા'ઓની વિકેટો પડી રહી છે

(9:47 pm IST)