Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મુંબઈથી અમદાવાદ આવતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે કોસંબા નજીક અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા કોસંબા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતી ખાનગી કંપનીની વોલ્વો લક્ઝરી બસ અને એક ટ્રક ભટકાતાં અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બંને વાહનો રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગયા હતા. અકસ્માતને પગલે સ્થળ ઉપર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી.જેમાં 7 થી 8 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા 108 તેમજ હાઇવે પેટ્રોલીંગની એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.

(11:13 pm IST)