Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાંથી જ આ વખતે બારોટ પરિવાર કરશે મામેરું

અમદાવાદ :ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની જોરદાર તૈયારીઓ થઇ રહી છે જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથને પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથનું મામેરું કરવા માટે દરવખતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ભગવાનના મામા મામી બનવા માટે કેટલાય વર્ષોથી લોકો તૈયારી કરતાં હોય છે. મામેરું કરવા માટે વર્ષોના વર્ષો રાહ જોવી પડે છે. આ વખતે ભગવાનનું મામેરું સરસપુરનો બારોટ પરિવાર કરવાના છે.

  આ વખત વર્ષથી રણછોડરાય મંદિરના ટ્રસ્ટી બદલી ગયા અને લીસ્ટમાં નામ લખાવવાની પ્રથાને દૂર કરી ડ્રો સિસ્ટમ શરૂ કરી છે. ચાલુ વર્ષે ડ્રો થતાં મીનાબહેન બારોટનું નામ આવ્યું છે.

મીનાબહેન બારોટ વર્ષોથી સરસપુરમાં રહે છે. મીનાબહેનની પણ વર્ષોથી ઈચ્છા હતી કે જગતના નાથનું મામરું કરવાનો લાહવો મળે. જેના કારણે બારોટ પરિવારમાં ખુશીનો માહોલ છે અને મામેરાની તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે.

  યજમાન મીના બહેને આ અંગે પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, 'ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુર કહેવાય છે પરંતુ પહેલી વખત સરસપુરવાસીઓ ભગવાન જગન્નાથનું મામેરું પણ કરશે. ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર માટે વાધા, કુંડલ, હાર તો બહેન સુભદ્રા પણ સાડી, હાર અને અલગ અલગ અલંકાર લેવામાં આવ્યા છે. મામેરા માટેની કંકોત્રી પણ તૈયાર કરાવી છે.'

  યજમાન ધીરુભાઈ બારોટે આ અંગે ન્યૂઝ 18 સાથે વાત કરતાં જણાવ્યું કે, ' ભગવાનની સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.9 જુલાઈના ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને બારોટ પરિવારના ઘરે વાજતે ગાજતે લઈ આવવામાં આવશે. ભગવાનના અને મામેરાના દર્શન સરસપુરવાસીઓને થાય તે માટે ભજન સંધ્યાનનુ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યુ છે.

(7:48 pm IST)