Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરતમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત : કેટલીય ટ્રેનો મોડી પડતા મુસાફરોને મુશ્કેલી

સુરતમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે.વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે લોકોને નોકરી ધંધામાં જવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. મહાનગર પાલિકાએ તમામ તંત્રોને એલર્ટ કરી દીધાં છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

  સુરત શહેરમાં ગઇકાલે 6 કલાકમાં 5 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે રોડ પર ઠેર-ઠેર પાણી ભરાવવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ગરનાળા બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ઠેર ઠેર ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. વિવિધ સ્થળે મોનીટરીંગ ટીમો મુકવામાં આવી છે. દરિયા કિનારેના સ્થળે જેવા કે વલસાડ, સુરત, નવસારીમાં ખાસ કંટ્રોલ રૂમ બનાવી દેવમાં આવ્યાં છે. મહાનગર પાલિકાના તમામ કર્મચારીની રજા કેન્સલ કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ ન છોડવાનું કહેવામાં આવ્યું છે.

  તમામ શાળા સંચાલકોને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમારા વિસ્તારમાં ભારે કે અતિભારે વરસાદ થાય તો તમે જાતે નક્કી કરીને જ શાળાના બાળકોને રજા આપવી.

અરવલ્લી એકસપ્રેસ 3:30 કલાક મોડી

દુરંતો 2 કલાક મોડી

ગુજરાત મેલ 2:30 કલાક મોડી

દાદર-ભૂજ એકસપ્રેસ 1:50 કલાક લેટ

સૌરાષ્ટ્ર મેલ 3:30 કલાક લેટ

લોકશક્તિ મોડી

યાત્રીઓ વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત બનતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે કહ્યું કે અમે રેલવેની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પર જોયું હતું કે અમારી ટ્રેન સમયસર છે કે નહીં તો તેમાં ટ્રેન મોડી હોવાની કોઇ માહિતી ન હતી. ટ્રેનોનો સમયસર છે તેવું જ બતાવી રહ્યાં છે.

(7:45 pm IST)