Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ, કલેક્ટર,ડીએસપી જેવી કચેરીઓ માટે ૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા વિજ પુરવઠાની સુવિધા ઉભી કરાઇ

(ભરત શાહ દ્વારા) નર્મદા જિ્લ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત કચેરી જેવી મહત્વની જિલ્લાકક્ષાની આ ત્રણેય કચેરીઓમાં થઇ રહેલી લોકોપયોગી વિવિધ પ્રજાકીય કામગીરી વિજ પુરવઠાના કોઇપણ જાતના વિક્ષેપ વિના સમયસર, ઝડપી અને સરળતાથી પુરી પાડી શકાય તે માટે જિલ્લા પ્રસાશન દ્વારા અંદાજે રૂા.૯૮.૭૯ લાખના ખર્ચે ભૂગર્ભ કેબલ દ્વારા અવિરત વિજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા સાથેની સુવિધા ઉભી કરાઇ છે.
   અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને કાર્યરત કોવિડ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક ખાતેની મહત્વની કચેરીઓને અવિરત વિજપુરવઠો મળી રહે તે માટે આ પ્રોજેક્ટના આયોજનને ઝડપી અમલી કરણમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે અંગત લક્ષ આપીને દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા ૫.૫ કિ.મી. અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી એક માસથી પણ ઓછા સમયગાળામાં પૂર્ણ કરીને તેને શરૂ કારાયો છે

(10:18 pm IST)