Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

અમદાવાદ મ્યુનિ, તંત્ર ઘર આંગણે વૃક્ષારોપણ કરી જશે :માત્ર SMS મોકલી કરવી પડશે જાણ

5 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. : 25 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરશે.

અમદાવાદને હરિયાળુ બનાવવા અમદાવાદ મ્યુનસિપલ તંત્ર આપણા ઘરઆંગણે આવીને વૃક્ષારોપણ કરી જશે. તેના માટે શહેરવાસીઓએ માત્ર એક SMS કરવાની જરૂર છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવી લોકો પોતાની મનપસંદના છોડ વિના મુલ્યે રોપી શકાશે.

AMC તંત્રે ખાનગી સ્થળોએ વિનામુલ્યે વૃક્ષ રોપી આપવાની જાહેરાત કરી છે. જેના માટે મ્યુનિ.ના કર્મચારીઓ ઘરે આવી નિશ્ચિત કરેલી જગ્યાએ વૃક્ષ પ્લાન્ટેશન કરી આપશે. AMC સેવા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાગરિકો આ સેવાનો લાભ મેળવી શકશે. જેના માટે 5 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ તંત્ર દ્વારા 25 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરનું ગ્રીન કવર વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરનું ગ્રીન કવર 15 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. શહેરીજનો પોતાના ઘરે, સોસાયટી, ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઈથી વૃક્ષારોપણ કરી શકે તે માટે મ્યુનિ. કમિશનરે જણાવ્યું છે કે 5 જૂન 2021થી તા. 30 સપ્ટેમ્બર 2021 દરમિયાન AMC સેવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આપના ઘરે તા.25 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે.

(9:04 pm IST)