Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગાંધીધામમાં છરી વડે માથાકૂટ કરતાં શખ્સને પોલીસે રોકતા પોલીસ ઉપર કર્યો હુમલો

પોલીસે છરી સાથે માથાભારે શખ્સને ઝડપી લીધો

ભુજ : ગાંધીધામથી મુન્દ્રા હાઈવે ઉપર ગળપાદર બ્રિજ પાસે છરી વડે એક ઈસમ માથાકૂટ કરતો હતો. જાહેર રોડ ઉપર લોકોનું ટોળું જોઇ પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ જુવાનસિંહ જાડેજા અને ટ્રાફીક વોર્ડન રણજિતસિંહ બનુભા જાડેજા ત્યાં જઇને ટોળું દૂર કરવા ગયા હતા. ત્યારે છરી સાથે માથાકૂટ કરી રહેલા મીઠીરોહરના સિકંદર અબ્દુલ ઢોણાને તેમણે પોલીસ હોવાની ઓળખ આપી અને  શાંતિપૂર્વક વર્તવા કહ્યું હતું. બન્નેએ  ગણવેશમાં પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હોવા છતાં સિકંદરે બન્ને પોલીસ કર્મી સાથે હાથાપાઇ કરી હતી. જોકે, પોલીસ કર્મીઓએ કુનેહપૂર્વક હુમલો નિષ્ફળ બનાવી અને આરોપી સિકંદરને ઝડપી લીધો હતો. હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાએ આરોપી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધાવ્યો હતો

(6:38 pm IST)