Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

૧૫ મિનિટમાં તૈયાર થાય તેવા આઈકાર્ડ માસ્ક બનાવ્યા

પ્રાયોગિક ધોરણે તે ઓળખની પરિભાષા બની શકે

અમદાવાદ, તા. : જ્યાં સુધી કોરોના વાયરસની કોઈ દવા નથી શોધાઈ ત્યાં સુધી તેનાથી બચવા માટે સૌથી પહેલું સ્ટેપ જો કોઈ હોય તો તે માસ્ક પહેરવાનું છે. આવી પરિસ્થિતિમાં અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા દક્ષેશ રાવલે ૈં ષ્ઠટ્ઠઙ્ઘિ માસ્ક બનાવ્યા છે. જેના માટે સ્ટુડિયો પર એક નવી તસવીર ક્લિક થાય છે બાદમાં માત્ર ગણતરીના સમયમાં તમારું અનોખું આઈ કાર્ડ માસ્ક તૈયાર થઈ જાય છે. માસ્ક જ્યાં ઓળખ જરૂરી છે તે તમામ જગ્યાએ માસ્ક દૂર કર્યા વગર વ્યક્તિની ઓળખ માટે ઉપયોગી છે. આઈ કાર્ડની ગરજ સારતા માસ્ક માત્ર ફેશન નહિ પણ તેનાથી એક પગલું વધારે પ્રાયોગિક ધોરણે તે ઓળખની પરિભાષા બની શકે છે. મેડિકલ માસ્કની ઉપર કોટન કાપડ પર પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવાતું માસ્ક સિંગલ લેર છે અને તે વોશેબલ છે.

કેવી રીતે બનાવ્યા માસ્ક

માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ સ્ટૂડિયોમાં તમારો ફોટો લેવામાં આવે છે. ત્યારબાદ ફોટોને એડિટ કરીને તેનું કટિંગ કરવામાં આવે છે. તે બાદ કલર પ્રિન્ટરથી તેની પ્રિન્ટ કાઢીને માસ્ક ઉપર મોઢાનો ભાગ મૂકવામાં આવે છે અને તેને મશીન મારફતે ૩૬૦ ડિગ્રી ઉપર હિટ આપવામાં આવે છે. પદ્ધતિમાં જે કાપડ ઉપર પ્રિન્ટ બેસાડવાની ટેક્નિક છે તેની કમાલ છે. આવા માસ્ક એટીએમ, ઓફિસ, બેંક, કોલેજ કે અન્ય સરકારી કચેરીઓ વગેરે જગ્યાએ કામ લાગશે. ખાસ સલામતી માટે લાગેલા સીસીટીવી સિસ્ટમમાં પણ ચહેરાની ઓળખની જરૂર હોય છે ત્યારે આવા માસ્ક ઓળખ પત્ર બની રહેશે.

શું છે કિમંત

અંગે રાવલ સ્ટુડિયોના દક્ષેશ રાવલનું કહેવું છે કે, ગુજરાતના અને ખાસ કરીને નાના ટાઉન કે શહેરોમાં સામાન્ય તસવીરકાર માત્ર એક કલર પ્રિન્ટર અને બીજું નાનકડું કાપડ પર પ્રિન્ટ કરી શકે તેવું મશીન ઈન્સ્ટોલ કરીને કપડા પર વિવિધ ચિત્રો કે અન્ય પ્રિન્ટ કરી શકતા હતા ટેકનિક માસ્ક બનાવવામાં વાપરી છે. અમે એક એક માસ્ક પર જુદા જુદા વ્યક્તિઓ ના ચહેરાને માસ્ક સ્વરૂપે એકદમ પોતીકો ચહેરો હોય તેવી સ્વચ્છ ઈમેજ ઉપસાવવા થોડો વધારે પ્રયાસ કર્યો છે. માત્ર ૧૦૦ રૂપિયા જેવી કિંમતે માસ્ક તૈયાર કરી લોક ઉપયોગી બનાવ્યું છે. હજુ બલ્ક પ્રોડક્શન માસ્ક મળે તો થોડી કિંમત ઓછી થઈ શકે તેમ છે.

(10:10 pm IST)